ખરેખર આપણે ખૂબ ફાવી ગયા કે આપણને આવી ભેળસેળ વગરની શુદ્ધ ઉપાસનામાં સત્સંગ કરવાનું સૌભાગ્ય પ્રાપ્ત થયું.
ગુરૂહરિ હરિપ્રસાદ સ્વામીજીની જેના પર અમી દૃષ્ટિ હોય એને અને એને જ ગુરૂહરિ પ્રબોધ સ્વામીજીની ઓળખાણ થાય બાકી લખ ચોર્યાસીના ફેરા પાકા જ છે.
NT નો કોઈ પણ વ્યક્તિ ધામમાં જશે ત્યારે એનો પ્રેમ દૂર દૂર સુધી પણ નહીં દેખાય. કારણ કે જેનું પોતાનું ઠેકાણું નથી એ બીજાના આત્માનું કેવી રીતે કરી શકે?
હરિપ્રસાદ સ્વામીજીએ જેને સૌથી વધારે સમય આપ્યો એ જ અત્યારે પોતાના સમાજને અવળા માર્ગે દોરી રહ્યો છે.
અત્યારે પ્રેમાસુર અત્યારે કાક અને પાપ ની ગોદમાં લપાતો ફરે છે એના જ ફોટાઓને વલ્લભ ગ્રુપના સંતો ગટરમાં નાખી દેતા હતા અને અત્યારે એ જ વલ્લભ ગ્રુપને એ KP ના તલવા ચાટવા પડે છે.
આ જ કાક અને પાપ એ સ્વામીજીની મર્યાદા નહોતી રાખી, સ્વામીજીની વર્ષો સુધી ઉપેક્ષા કરી, એની પોતાની કોઈ હેસિયત નહોતી છતાં એને જ સ્વામીજીને કહ્યું હતું કે તમારે ભગવાન થઈને પૂજાવું છે? આવી ઘણી ઉપેક્ષા સ્વામીજીની કરી હતી છતાં સુહૃદ ભાવ રાખી સ્વામીજી એ જીવનભર એને આગળ જ કર્યા.
ગોષ્ઠિના અંતે નામ તો સ્વામીજી બધા સંતોનું લેતા હતા પણ એ એમનો સુહૃદભાવ હતો. પણ એ સમજ્યા વગર આંધળે બહેરું કૂટે એવી રીતે સુહૃદભાવના નામે બધા પોતાના રોટલા શેકી રહ્યા છે.
જ્યારે ગુરૂહરિ પ્રબોધ સ્વામીજીએ ચોકો પાટલો કરી બધાને શુદ્ધ ગુણાતીત ઉપાસનામાં બેસાડી દીધા.
ગુરૂહરિનું વિદેશમાં સ્વાગત જુઓ, સભાના દર્શન કરો, પધરામણીના દર્શન કરીએ, હજારો ગુણાતીત સિંહોની હાજરીમાં થતી શિબિરમાં દર્શન કરીએ અને બીજી બાજુ NT માં સાવ લૂખું લાગે. હરિ પ્રબોધમ નું બધું જોઈને એ રીતે ફોલો કરવાનું પ્રયત્ન કરે. એ બાજુના NT સંતો અત્યારે બધા પોતાના લૌકિક તંત્રનું સેટ કરવા પ્રયત્ન કરી રહ્યા છે. કોઈના ફેસ પર પ્રેમાસુરનો એક ટકા મહિમા દેખાતો નથી.
એ NT મંડળીમાં કોઈ સંતો ગોષ્ઠિ કરે કે કાર્યકર્તા ૮૦% વાત સ્વામીજીની કરી પછી માંડ માંડ છેલ્લે યાદ આવે કે પ્રેમ પ્રસંગ કહેવાનો રહી ગયો પછી એ જ જૂના ૪-૫ પ્રસંગો છે એ જ કહી દે. કોઈ જીવન જ ના હોય, કોઈને એવી અનુભૂતિ જ ના થતી હોય તો કયાથી લાવે?
ખરેખર આપણે ખૂબ ભાગ્યશાળી છીએ કે આવી શુદ્ધ ગુણાતીત ઉપાસનામાં સત્સંગ કરવા મળ્યું.